કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા મારામારીમાં સામાપક્ષે ફરિયાદ નોંધાવી

વાંકાનેર: ઢુવામાં થયેલ મારામારીમાં સામાપક્ષેથી મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ પેગવીન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિલબાગ સુખદેવસિંગ (32) નામના યુવાને જસમીતસિંગ બલવીન્દરસિંગ ગીલ (34) અને ગુરુસેવક ગુરુમિતસિંગ ગીલ (35) રહે. બંને હાલ કમાન્ડર સીરામીક સરતાનપર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી અને પ્રીતપાલસિંગ જસવીરસિંગ તેમજ ગુરુપ્રીતસિંગ દિલબાગસિંગ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ દેવદીપ હેર ડ્રેસરમાં વાળ કપાવવા માતફટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓ સાથે અગાઉ પંજાબમાં થયેલ માથાકૂટનો ખાર રાખીને ફરિયાદી અને સાહેદ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારે ગુરુસેવક ગીલ દ્વારા ફરિયાદી પાસે રહેલ છરી ઝૂંટવી લઈને તેને માથાના ભાગે ડાબી સાઈડમાં મારીને ઈજા કરી હતી.

તેમજ જસ્મીતસિંગ દ્વારા લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં મારમાર્યો હતો તેમજ સાહેદોને મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદા આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!