સરધારકામાં વિરોધમાં મિટિંગ મળી
વાંકાનેર: અહીં કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત પોલીસે કરી છે. આથી ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે.
પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે આજ રોજ પરષોત્તમ રૂપાલા વાંકાનેર ખાતે મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય ક્ષત્રિય સમાજ દ્વારા સાંજે 5 વાગ્યે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી DYSP કચેરી ખાતે રાખવામાં આવ્યા છે. વધુમાં નારૂભા ઝાલાએ જણાવ્યું છે કે “ક્ષત્રિય સમાજ રૂપાલા સહિત હવે સમગ્ર ભાજપનો વિરોધ કરી રહી છે”
દરમિયાનમાં ક્ષત્રિય સમાજની ગરીમા, અસ્મિતા, સ્વાભિમાન પર પરસોતમ રૂપાલાએ જે રીતે ઘા કર્યો એ સામે લડત ચલાવી રહેલા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો પણ લોકશાહી ઢબે વિરોધ કરવાની રણનીતિ ઘડાઇ રહી હોય તેના અનુસંધાને વાંકાનેર તાલુકાના સરધારકા ગામમાં ગામ સમસ્ત માટે એક મીટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સર્વ સમાજને હાજર રહી સમર્થન આપવા માટે રાજપૂત ક્ષત્રિય સમાજને કૃષ્ણસિંહ ઝાલાએ આહવાન કર્યું હતું
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો