કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખેતીની જમીનનો બંધ શેઢામાર્ગ ખોલી નાખવાનો હુકમ

ખેતીની જમીનનો બંધ શેઢામાર્ગ ખોલી નાખવાનો હુકમ

રાજકોટ તાલુકાના ગામ જાળીયાના ખેડૂતની અરજી સંદર્ભે ચુકાદો

લોખંડનો ડેલો મુકી તેને તાળું મારી અને માર્ગ બંધ કરી દીધેલ

રાજકોટ: અનીલભાઈ અમરશીભાઈ ગુજરાતીએ રાજકોટ તાલુકાના ગામ જાળીયાના રેવન્યુ સર્વે નં.369 ની જુ.શ. ની ખેતીની જમીનની જમીન તેમના જોગના 2જી.દસ્તાવેજથી ખરીદ કરેલ છે, જે જમીનની તેમના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધ પ્રમાણીત થયેલ છે. સદરહુ જમીનની બાજુમાં આવેલ રે.સ.નં.370/1 ની જમીન આવેલ છે, જે બન્ને જમીનની વચ્ચે વર્ષો જુનો ગાડા મારગ આવેલ છે, જે ગાડા મારગનો ઉપયોગ બન્ને જમીનના માલીક તેમના પુરોગામી માલીકથી લઈ આજ સુધી કરતાં આવેલ છે, આ ગાડા મારગ રે.સ.નં.370/1 વાળી જમીનના માલીક કાળુભાઈ સાંગાભાઈ ભરવાડે લોખંડનો ડેલો મુકી તેને તાળું મારી અને બંધ કરી દેતા અરજદારે તેમની જમીનમાં આવવા-જવાનો એક માત્ર આ ગાડા મારગ ખુલ્લો કરી આપવા મામલતદાર (ગ્રામ્ય) રાજકોટ સમક્ષ અરજી કરેલ હતી.

જેના જવાબમાં સામાવાળા શ્રી કાળુભાઈ ભરવાડ દ્વારા એવુ જણાવવામાં આવેલ કે “રે.સ.નં.364/1, 395, 366, 399, 368 એ ખેતીની જમીન ઉધાડ પરીવારની મુળ જમીન આવેલ છે, તેમાંથી ભાયુભાગની વારસાઈ વહેંચણી અને ઉત્તરોતર વેંચાણ થયેલ છે.એડવોકેટ સંજય જોષીએ રજૂઆત કરેલ કે જમીન માલીકીની બતાવવા માટે તેમણે પેનથી બંધ કરી અને તેવો નકશો રજુ કરેલ છે, જે ખરી હકીકતે ખુલ્લો છે, તે સીમતળના નકશાની ખરી નકલ અમોએ કઢાવેલ છે.

તથા મહે.નાયબ કલેકટર સાહેબશ્રી સમક્ષ રજુ કરેલ છે, આ જમીનમાં આવવાનો જે મારગ આવેલ છે, તે એક માત્ર આ જ મારગ છે, અને આ મારગ પણ સરકારી ખરાબામાંથી આવે છે, અને સામાવાળાની જમીન તથા – અમો અરજદાર બન્નેની જમીનને લાગુ અને બન્નેની જમીનમાં આવવા-જવાનો મારગ છે, તેમ છતાં સામાવાળાએ સરકારી ખરાબા સહીતનો મારગ બંધ કરી દીધેલ છે. અરજદારની અરજી મંજુર કરી અને આ ગાડા મારગ ખોલી આપવા હુકમ ફરમાવેલ છે, તથા ”હુકમની અમલવારી તાત્કાલીક કરવાની રહેશે તેમ છતાં કોઈ પક્ષકારશ્રી ગાડા મારગ ખુલ્લો કરવામાં ન આવે તો ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) કલમ-166 મુજબ કાર્યવાહી કરવાની રહેશે” જેવો હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર તરફે વકીલ સંજય જોષી, ત્રિશાલા જોષી, રૂષી જોષી, યશરાજ પાણ, ચિરાગ સોમૈયા, જીતેન્દ્ર ગઢવી તથા નૈતીક કોબીયા રોકાયેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!