રાજકોટમાં સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. ઢોરની ઢીંકે યુવકના મોત માટે રાજકોટ મનપાને જવાબદાર ઠેરવી છે. કોર્ટે રાજકોટ મનપાને 13 લાખ 70 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.


ઢોરની ઢીંકે મૃત્યુના કેસમાં મનપા જવાબદાર
અત્રે જણાવીએ કે, વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને ઢીંક મારી હતી.


મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા સામે દાવો કર્યો હતો. મનપાની ઢોર પકડ પાર્ટીની બેદરકારીને કારણે ગાય આડી ઉતરતા મુકેશભાઇનું મૃત્યું થયું છે. પરિવારના ભરણ પોષણ માટે તંત્ર એ જ વળતર આપવું પડે તેવું અવલોકન કર્યું છે.

રાજકોટ સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં બાઈક પર જતાં યુવકેને બિનવારસું ગાયે ઢીંકે ચડાવતા યુવક રોડ પર પટકાયો હતો અને મોત નીપજ્યું હતું.

મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા વિરુદ્ધ દાવો કર્યો હતો. તો વારસદારોના વકીલે સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંક્યો હતો. મનપાની ઢોર પકડ પાર્ટીની બેદરકારી અને નિષ્કાળજીના લીધે રસ્તામાં રખડતા ઢોરની હડફેટે મુકેશભાઈનું મૃત્યું થયું હતું.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

