નવા વઘાસીયાના વિમેદાર ઘુસાભાઈને રૂ. 5,50,000 મળશે
પંચાસર જતા રસ્તામાં મછોરાના બેઠાપુલ ઉપર તેની ગાડી અચાનક સળગી હતી
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરાતા નામદાર કોર્ટે રકમ ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે નવા વઘાસીયાના ઘુસાભાઈ તેની ગાડી લઇને વાંકાનેર તાલુકાના પંચાસર ગામ જતા હતા રસ્તામાં મછોરાના બેઠાપુલ ઉપર તેની ગાડી અચાનક સળગી ગઇ તેમણે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીનો વિમો હતો તમામ કાગળો ગ્રાહકે રજુ કરેલ છતાં વીમા કંપનીએ રેપ્યુટ લેટર થી વીમો નામંજુર કરેલ તેઓ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતા કોર્ટે કહ્યુ કે ગ્રાહકે વીમો લીધો છે વીમા કંપનીની સેવામાં ખામી છે ફરીયાદીની ગાડીને પુરેપુરૂ નુકશાન થયેલ છે.

માટે વીમા કંપનીએ ઘુસાભાઇ હકાભાઇ ડાભીને 5,50,000 તા.8/11/2024 થી 6 ટકાના વ્યાજ સાથે અને 5,000 ખર્ચના ચુકવવા જો બે માસમાં રકમ ના ચુકવે તો 9 ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે.

ગ્રાહકે પોતાના હિત માટે લડત કરવી જોઇએ.કોઇપણ વ્યકિતને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.98257 90412),ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185), ઉપ પ્રમુખ હિતેષભાઇ મહેતા (મો. 99789 83986) કે મંત્રી રામભાઈ મહેતા (મો. 99047 98048) નો સંપર્ક કરવા જણવાયેલ છે.
