દિગ્વિજયનગરમાં આવેલ હવેલી ખાતે આયોજન સંપન્ન
વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર ખાતે આવેલ પ્રસિધ્ધ ઓમકારેશ્વર મહાદેવ તેમજ શનિદેવ મહારાજના પટાંગણમાં આવેલ હવેલી ખાતે તેજ વિસ્તારનું ગોપીમંડળ તેમજ શિવ ધુન મંડળની બહેનો દ્વારા અગિયાર ધાન સાથે 2100 વાટકીઓમાં ગોઠવેલ 10 બાય 15 ફુટનો મહામંડપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ મંડપ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અહીંના દિગ્વિજયનગર, પેડક વિસ્તાર તથા જડેશ્વર રોડ પરના રહીશોનો દર્શન તથા આરતી માટે ત્યારે ધસારો જોવા મળ્યો હતો. તેમ અંતે યાદીમાં જણાવ્યું છે.