પોથીયાત્રા શનીવારે: સંગીતના સથવારે તારીખઃ ૨૨ થી ૨૬ દરરોજ રાત્રે શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન
વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સંસ્થા શ્રી ગાયત્રી શકિત માતાજીની સુક્ષમ પ્રેરણા અને શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મહાકાળી ટેકરી, શ્રી ગાયત્રી શકિત પીઠ ખાતે આગામી તારીખઃ ૨૭/૪/૨૩ થી તારીખઃ ૨૯/૪/૨૩ દરમ્યાન નવચેતના જાગરણ (૨૪ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ) તેમજ સંસ્કાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.




આ સાથે યુગ ઋષિ, પંડિત શ્રી રામ શર્મા આચાર્ય રચિત (૧૯ મા) પુરાણ એવા પ્રજ્ઞાપુરાણ જેમાં માનવ જીવનની તમામ સમસ્યાના સમાધાન તેમજ જીવન જીવવાની કળા વિશેનો અધ્યાત્મસભર દિવ્ય સંદેશ વ્યાસપીઠ પરથી પ્રજ્ઞાપુત્રી શ્રીમતિ મીનાક્ષીબેન કાબરીયા ( વડોદરા ) પોતાની ઓજસ્વી વાણીમા સંગીતના સથવારે તારીખઃ ૨૨/૪/૨૩ થી તારીખઃ૨૬/૪/૨૩ દરમ્યાન દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી આ પાવન ભૂમિમાં શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથા’ના માધ્યમથી રસપાન કરાવશે.
આ કથાની પોથીયાત્રા તા.૨૨ મીના શનીવારના રોજ સાંજે ૫ કલાકે ગોકુલનગર ખાતેથી વાજતે – ગાજતે નીકળશે અને શ્રી ગાયત્રી શકિત પીઠ ખાતે પહોંચશે કાર્યક્રમમા તારીખઃ ૨૨/૪/ ૨૩ અને શનિવાર થી તારીખઃ૨૬/૪/૨૩ સુધી શ્રીમદ્દ પ્રજ્ઞાપુરાણ કથા’ તેમજ તા.૨૭ ૪ ૪ / ૨૩ ને ગુરૂવારના સવારે ૬ થી ૭ ધ્યાન સાધના, પ્રજ્ઞાયોગ, ગાયત્રી યજ્ઞ, દેવપૂજન તથા વ વિવિધ સંસ્કારો સાંજે ૪ થી ૬:૩૦ દરમ્યાન કાર્યક્રતા, મહિલા સંમેલન તેમજ દીપયજ્ઞ તેમજ તા.૨૯/૪/૨૩ ને ૪ શનિવારના રોજ સવારે ૬ થી ૭ ધ્યાન સાધના, પ્રજ્ઞાયોગ સવારે ૮ થી ૧૨ દરમ્યાન ગાયત્રી યજ્ઞ, મંત્ર દીક્ષા અને પુર્ણાહુતી (૨૪ કુંડનો ગાયત્રી મહાયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે) જે યજ્ઞમા શ્રી ગાયત્રી પરિવારના સહુ સાધક ભાઈઓ – બહેનો બેસી લાભ લેશે. ઋષિ પંરપરાને પુનર્જીવિત કરવા શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથા, વૈદીક યજ્ઞ, સંસ્કારો, સંગીત, પ્રવચન, ગોષ્ઠી તેમજ દીપયજ્ઞના ભવ્ય કાર્યક્રમોમા સર્વે ભાવિકોને પધારવા મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે સ્થળઃ શ્રી ગાયત્રી શકિત પીઠ, મહાકાળી ટેકરી, વાંકાનેર વધુ વિગત માટે સંપર્ક શ્રી અશ્વિનભાઈ રાવલ મોઃ ૯૮૨૫૧ ૨૦૯૭૮ શ્રી મણીભાઈ ગડારા મોઃ ૯૪૨૮૨ ૭૭૩૯૧ કરવા જણાવાયું છે.