વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જોસનાબેન અશોકભાઈ ચાવડા (૨૮) નામની મહિલાને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ઘર
પાસે હતી ત્યારે સામેવાળા કેસુભાઈ ચાવડાએ કોઈ કારણોસર ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેઓને ઈજા થતાં
સારવારમાં માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે તેના પતિ અશોકભાઈ લઈને ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ
મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે