કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વૈશાલીનગર અને રાણેકપરમાં અન્યોને આશરો મળ્યો

પેડકની વૈશાલીનગર સોસાયટીના લોકોએ ઝૂંપટ્ટીમાં રહેતા 60 અને રાણેકપરમાં 70 જેટલા આદિવાસીઓને આશરો આપી માનવતા મહેકાવી

વાંકાનેર વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીમાં રહેતા લોકોએ આ કુદરતી આપતી વાવાઝોડામાં કોઈ નાના માણસો જેમની પાસે રહેવા માટે પાકા મકાન ન હોય તેવા લોકોને કોઈ તકલીફ ન પડે કોઈ ઈજા કે જાણહાની ન થાય તેવા હેતુથી ઝુપડપટ્ટીમાં રહેતા 60 જેટલા લોકોને વૈશાલી નગરના હાસ્ય કલાકાર લાલુભા ઝાલા અને તેમની ટીમે આશરો આપ્યો છે.

આ બીપરજોય વાવાઝોડામાં તંત્ર ભારે એલર્ટ જોવા મળ્યું સાથોસાથ ઘણા લોકો અને સ્વેસિક સંસ્થાઓ પણ નાના માણસોની મદદે આવ્યા છે, આવી જ એક ઘટના વાંકાનેરમાં પેડક વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીના લોકોએ પણ કરી છે.

ઝુપડપટ્ટીમાં રહેતા 60 જેટલા લોકોને વૈશાલી નગર સોસાયટી એ તેમની સોસાયટીમાં લઈ આવીને છેલ્લા બે દિવસથી ખાવા પીવા તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે.

આ સોસાયટીના લાલુભા હાસ્ય કલાકારે જણાવ્યું છે કે હજુ જો કોઈ લોકો ઝુપડામાં કે કાચા મકાનમાં રહેતા હોય અને તેઓને આશરાની જરૂર હોય તો તેઓ નિઃશંક પણે અહીં આવી શકે છે અમે તેમને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડીશુ….

વાંકાનેર: બીપોરજોય વાવાઝોડાના પગલે આદિવાસી મજૂરોના ઝુંપડાઓ ઉડી જતા તેમના મદદ કરવા રાણેકપર ગામના સરપંચ હુસેનભાઇ શેરસિયા અને સભ્યો વ્હારે આવેલા. 70 જેટલા આદિવાસી લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો છે. તેમની નાસ્તા તથા જમવાની વ્યવસ્થા રાણેકપરના શિક્ષકોએ તથા સરપંચ અને સભ્યોએ કરી આપી હતી.

વૈશાલીનગર(પેડક) અને રાણેકપરમાં અન્યોને આશરો મળ્યો

વૈશાલીનગરમાં આશરો

Content Copying Forbidden !!

error: Content is protected !!