તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપુર- માટેલ ગામના ખેડૂતોની ફિડરનું રિનોવેશન કરવા માંગ
વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પુરતો વિજ પુરવઠો મળતો ન હોય અને અવાર નવાર લાઇનમાં ફોલ્ટ સર્જાતાં હોય જેથી બાબતે ગઈ કાલે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઇ ગોહેલ તથા મકતાનપર અને માટેલ ગામના
ખેડૂતોએ વાંકાનેર રૂલર-૨ પીજીવીસીએલના નાયબ ઈજનેરશ્રીને લેખિતમાં રજૂઆત કરી પાડધરા ફિડરનું રિનોવેશન કરી આ વિસ્તારમાં સમયસર યોગ્ય વિજ પુરવઠો મળતો રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. સાથે જ આ બાબતે નાયબ ઈજનેરશ્રી દ્વારા ખેડૂતોની માંગને વ્યાજબી ગણી અને આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવા ખાત્રી આપી હતી…