એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદરની જિલ્લા કક્ષાએ સિદ્ધિ
રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19 એમ કુલ મળીને 30 ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69 મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025/26 માં મોરબી જિલ્લાકક્ષાની
બેઝબોલ અને સોફ્ટબોલની સ્પર્ધા વાંકાનેર DAV CALDERYS SCHOOL વાંકાનેર ખાતે 31.08.2025 ના રોજ યોજાયેલ હતી. જેમાં જિલ્લાભરમાંથી ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર સિંધાવદરની 
સરકારી ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી. હાઈસ્કૂલની બહેનોની અંડર 19 બેઝબોલ અને સોફ્ટબોલ ટીમે પ્રથમ નંબર અને અંડર 14 /17 ભાઈઓ અને બહેનોની ટીમ એ દ્વિતીય નંબર મેળવ્યો હતો.
વિજેતા ખેલાડીઓનું સંસ્થાના પ્રમુખ એસ.કે.પીરઝાદા સાહેબે અને સમગ્ર ટ્રસ્ટી મંડળે તેમજ શાળાના પ્રિન્સિપાલ એ.એ.બાદી સાહેબ તથા મોરબી જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના હેડ કોચ શ્રી રવી સાહેબ, DAV સ્કૂલના શ્રી વિજય સાહેબ તેમજ વાંકાનેરના વ્યાયામ શિક્ષકોએ શુભેચ્છાઓ આપી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું…


