ગુજરાતના પાંચ હાજીઓના નિધન
વાંકાનેરવાસીઓને વિનંતી
નવી દિલ્હી: વિશ્વના ઘણા દેશો ભારે ગરમીથી ત્રસ્ત છે. આ વર્ષે ગરમીનો કહેર હજયાત્રીઓ પર પણ જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના મક્કામાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 98 ભારતીયો સહિત 1000થી વધુ હજ યાત્રીઓના મોત થયાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે મક્કા એક એવો પ્રદેશ છે જ્યાં ગરમીનો કહેર માત્ર ઉનાળાના મહિનાઓમાં જ નહીં પરંતુ શિયાળા દરમિયાન પણ જોવા

મળે છે. શિયાળાના મહિનાઓમાં પણ આ સ્થળનું તાપમાન લોકો માટે ત્રાસદાયક હોય છે. મક્કાની આબોહવા અંગે નિષ્ણાતોનું માનવું છે કે તેની ગરમી માટે તેના ભૌગોલિક પરિબળો સૌથી વધુ જવાબદાર છે. મક્કા સાત અલગ અલગ પર્વતોથી ઘેરાયેલો વિસ્તાર છે. આ એક તળેટી વિસ્તાર છે, જે સમુદ્ર સપાટીથી માત્ર 909 ફૂટ ઉંચાઈએ છે. વિશાળ પહાડોને કારણે ઉત્તર તરફથી આવતી ઠંડી હવા મક્કા સુધી

પહોંચી શકતી નથી. મક્કા શહેર સમુદ્ર સપાટીથી માત્ર 300 મીટરની ઉંચાઈ પર સ્થિત હોવાથી અન્ય ઊંચાઈવાળા સ્થળોની સરખામણીમાં ઓછી ઠંડી અનુભવે છે. મક્કા સાઉદી અરેબિયાના દક્ષિણમાં આવેલું છે. જેના કારણે આ સ્થળ ઉત્તર અને મધ્યમાંથી આવતા ઠંડા પવનોથી વંચિત રહે છે. સાંજના સમયે દરિયાઈ પવનો દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોને ઉષ્ણ કરે છે. તેની અસર આ

વિસ્તારમાં પણ જોવા મળે છે. દરમિયાનમાં, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે આ વિસ્તારનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. માહિતી અનુસાર, 17 જૂને, જે દિવસે સૌથી વધુ મૃત્યુ થયાં હતાં, ત્યારે ત્યાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું.
ઇજિપ્તના હજયાત્રાળુઓ સૌથી વધુ મૃત્યુ પામે છે
મક્કામાં સૌથી વધુ મોત ઇજિપ્તના હજયાત્રીઓના થયા છે

ઇજિપ્ત, જોર્ડન અને ઇન્ડોનેશિયા જેવા વિશ્વના લોકો આટલી તીવ્ર ગરમીવાળા સ્થળોએ રહેવાની સ્થિતિમાં નથી હોતા. જોર્ડન ખીણમાં, ઉનાળામાં મહત્તમ તાપમાન માત્ર 38-39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં અચાનક 50 ડિગ્રી જેટલું તાપમાન તેમના શરીર માટે એટલું અસહનીય થઈ જાય છે કે તે મોતમાં પરિણમે છે.

ગુજરાતના પાંચ હાજીઓના નિધન
આ વર્ષે ગુજરાતમાંથી કુલ મળીને 14,400 હાજીઓ પવિત્ર હજયાત્રાએ પહોંચ્યા છે. ચાલુ વર્ષે સાઉદી અરેબિયામાં કુલ 18 લાખ હાજીઓ હજ કરવા પહોંચ્યા છે. સૂત્રોના મતે, આ વખતે ગુજરાતના પાંચ હાજીઓ હિટસ્ટ્રોકને લીધે મોતને ભેટ્યા છે જેમાં છોટા ઉદેપુરના ઈકબાલઅહમદ વલી મહંમદ મકરાણી, અમદાવાદના સબ્બીર હુસેન, વડોદરાના મુસ્તાક અહમદ, બનાસકાંઠાના નુરભાઈ અને વલસાડના કાસીમઅલીનો સમાવેશ થાય છે. માત્ર ગુજરાતના જ 50થી વધુ હાજીઓ હિટસ્ટ્રોકને લીધે બીમાર પડ્યા છે જે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. એક ગુજરાતી હાજીને મગજનો તાવ આવતાં વેન્ટિલેટર પર મૂકાયાં છે. આ સમાચારને પગલે ગુજરાતમાં હાજીઓના પરિવારજનો અને સગાસબંધીઓ ચિંતિત થયા છે.
વાંકાનેરવાસીઓને:
જો આપના સગા-સંબંધીની તબિયત ખરાબ થઇ હોય તો તેનુ નામ – ગામનું નામ લખીને તેના સમાચાર 7874340402 ઉપર મોકલવા વિનંતી. હજ પઢવા ગયેલા ઘણા કમલ સુવાસ ન્યુઝ સાથે જોડાયેલા છે…