૨૧ જેટલા બિનવારસી મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી: ૩ માસમાં અરજી કરવી
વાંકાનેર તાલુકા અને સિટીમાં છેલ્લા સમયગાળામાં મોટર વ્હીકલ એક્ટ અને જી.પી. એક્ટ ડિટેઇન કરેલા વાહનોનો નિકાલ કરવાનો છે, જેથી કરીને તેના માલિકોએ ત્રણ માહિનામાં અરજી કરવાની રહેશે અને જો અરજી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તમામ મુદ્દામાલ સરકારમાં ખાલસા કરવામા આવશે.
વાંકાનેર તાલુકા
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૪૧ અને જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૩ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે, જેથી આ મુદ્દામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ વાંકાનેરની કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આ બિનવારસી મુદ્દામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારમાં ખાલસા કરવામાં આવશે; તેવું એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેર સીટી
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર C.R.P.C-૧૦૨ અન્વયે ૫ અને મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૨૧ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદ્દામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની જે અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે વાંકાનેર કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. તેવું એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.