નવા ઢુવાના યુવાનનું બાઇક સ્લીપ
વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) ના યુવાને 30 જેટલી દુખાવાની ગોળીઓ ખાઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા બીજા બનાવમાં નવા ઢુવાના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી…

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં દિનેશભાઈ દેવજીભાઈ વાઘેલા (ઉ.40) નામનો યુવાન 30 જેટલી દુખાવાની ગોળીઓ ખાઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

નવા ઢુવાના યુવાનનું બાઇક સ્લીપ
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતા ખીમાભાઈ હકાભાઇ ડાભી (ઉ.20) નામનો યુવાન બાઇક લઈને માટેલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

