કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મુખ્યમંત્રી કાર્યાલયનો whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર: દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે whatsapp નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ whatsapp નંબર પર અરજી કરીને ફરિયાદ કરી શકાશે. આ નિર્ણય પછી વિવિધ રજૂઆતો,અરજી, ફરિયાદ સહિતની બાબતી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકારી મુખ્યમંત્રી કાર્યાલયના whatsappનંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓની સમજવાની અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો સાથે સીધી જ સંપર્ક સાધવા માટે કાર્યાલય દ્વારા આ whatsapp નંબર જાહેર કરાયો છે.

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

ખખાણાનો જયેશ ખૂંટીયાની ઢીંકે ઈજાગ્રસ્ત

રાજકોટ: વાંકાનેરના ખખાણા ગામે રહેતો જયેશ કનૈયાલાલ થોરીયા (ઉ.વ.૧૭) સાંજે ગામમાં ચાલીને જતો હતો, ત્યારે બે ખૂંટીયા બાખડતાં હોઇ તેણે ઢીંકે ચડાવી દેતાં માથા, શરીરે ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તે પોતાના વાડાથી ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!