કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

૧૫ લાખના ૧૮ ચૂકવ્યા: વ્યાજમાં મકાન પડાવી લીધું

૧૫ લાખના ૧૮ ચૂકવ્યા: વ્યાજમાં મકાન પડાવી લીધું

ફરિયાદીના પત્નીને પણ ધાકધમકી

મોચી શેરીમાં રહેતા શખ્સને ઉઘરાણી કરવા માટે છરી બતાવી

વાંકાનેર: અહીં મોચી શેરીમાં રહેતા ફરીયાદીને ચાર આરોપીઓ પાસેથી પોતાના મકાનનો દસ્તાવેજ કરી ઉંચા વ્યાજે રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- મેળવી જેનુ ૨.૫% લેખે માસીક રૂપીયા ૩૭,૫૦૦/- વ્યાજ પેટે ચુકવવાનુ નકકી કરેલ અને ફરીયાદીએ રૂપીયા ૧૮,૦૦,૦૦૦/- ચુકવી આપેલ તેમ છતાં અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવા માટે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વધુ રકમ મેળવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી તેમજ બળજબરીથી મીલ્કત પડાવી લઈ ગુનો કર્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મોચી શેરીમાં રહેતા અને નાના બાળકોના કપડાની ફેરી કરતા દુર્ગેશભાઇ મણીલાલ ચૌહાણ (ઉવ.૪૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે સને ૨૦૨૦ માં ધંધામા પૈસાની જરૂર પડતા મેં (૧) ઇમરાન ફારૂક છબીબી ૨હે. તાલુકા શાળા નં.૧ ગલીમાં, વાંકાનેર તથા (૨) આરબ મોહંમદયુસુફ અબુબકર રહે. ચાવડી ચોક, વાંકાનેર પાસેથી

૨.૫ ટકા વ્યાજે રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- રોકડા લીધેલ હતા અને જેનો માસીક હપ્તો રૂપીયા ૩૭,૫૦૦/- રાખેલ હતો, આજદીન સુધીમાં રૂપીયા ૧૮,૦૦,૦૦૦/- ચુકવી આપેલ છે. તેમ છતા મોહમદયુસુફ અબુબકર અને તેની પત્ની અને અજય ઉર્ફે ભોલો રમેશભાઇ માણેક રહે. હાલ રાજકોટ વાળો અવારનવાર મારી પાસેથી

વ્યાજના રૂપીયા લઇ જતા હતા અને આજથી બે-એક મહીના પહેલા મોહરમ મહીનામાં ઇમરાન જેલમાંથી પેરોલ ઉપર છુટીને આવેલ ત્યારે ઇમરાનના ઘરે મને મીટીંગ બોલાવેલ અને મને કહેલ કે ‘તું મને અમારા રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- પાછા દઇ દે કાં તો તારૂ મકાન આપી દે તને મારા ઇતિહાસની તો ખબર જ છે ને?’ એમ કહી છરી બતાવી ધમકી આપેલ

વ્યાજે લેતી વખતે સીક્યુરીટી પેટે મકાનનો રજીસ્ટર દસ્તાવેજ આરબ મોહમદયુસુફ અબુબકરના નામનો કરી આપેલ જે અમો રૂપીયા પાછા આપીએ એટલે અમોને રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાની શરતે કરી આપેલ હતો. તા.૧૦/૦૬/૨૦૨૫ ના આરબ મોહમદયુસુફ અબુબકરે તેમના વકીલ મારફતે લીગલ નોટીસ આપીને જણાવેલ કે

સદર મકાન તા.૦૪/૦૭/૨૦૨૪ ના ૧૧ મહીના માટે ભાડે આપેલ છે. જે મકાનનો ભાડા કરાર અમારા માતાશ્રી પથારીવશ હોય તેમની સહી કરાવીને કરાવેલ હતો અને અમારા માતા રંજનબેન મણીલાલ ચૌહાણનું આશરે આઠેક મહીના પહેલા અવસાન થયેલ છે. તેમજ (૧) ઇમરાન ફારૂક તથા (૨) આરબ મોહંમદયુસુફ અબુબકર આજદીન સુધીમા મેં

આ બંનેને રૂપીયા ૧૮,૦૦,૦૦૦/- ચુકવી આપેલ છે હાલ અમારી આર્થીક પરિસ્થિતી સારી ન હોય જેથી અમો વ્યાજના રૂપીયા સમયસર આપતા ન હોય જેથી આ લોકો મને તથા મારી પત્ની જિજ્ઞાશાબેન ગ્રીનચોકમાં કપડાની રેકડી રાખતી હોય તેને પણ ધાક ધમકી આપી દાદાગીરી કરતા હોય અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માનસીક ત્રાસ આપતા હોય અને અમારૂ મકાન ખાલી કરી નાખવાની ધમકી આપતા હોય જેથીપંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

આ ઉપરોક્ત ઇસમો (૧) ઈમરાન ફારૂક છબીબી રહે.તાલુકા શાળા નં.૧ ગલીમા, વાંકાને ૨ તથા (૨) આરબ મોહંમદયુસુફ અબુબકર રહે. ચાવડી ચોક, વાંકાનેર જી.મોરબી (૩) મોહમદયુસુફની પત્ની તથા (૪) અજય ઉર્ફે ભોલો રમેશભાઇ માણેક રહે.હાલ રાજકોટ વાળાઓ વિરૂધ્ધ પોલીસ ખાતાએ ગુન્હો આઈ.પી.સી. કલમ ૩૮૬, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨(એ), ૪૨(ડી) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ધોરણસર ફરીયાદ નોંધેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!