મોરબી: જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે. ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના ખર્ચે ૧૬ મીની ટ્રેકટર-ટ્રોલી લેવામાં આવેલ છે…
તે મોરબી તાલુકાનાં થોરાળા, ચકમપર, મોડપર, બેલા(આ), પંચાસર, જુના નાગડાવાસ, જાંબુડિયા, આમરણ, અણીયારી, મહેન્દ્રનગર, બેલા(ર), ટંકારા તાલુકાનાં બંગાવડી, વાંકાનેર તાલુકાનાં પલાંસ અને જોધપર, હળવદ તાલુકાનાં દેવીપુર અને ખેતરડી ગામના સરપંચ સહિતના આગવાનોની હાજરીમાં તેને આપવામાં આવેલ છે તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવામાં આવે તેના માટે ૩૫ લાખના ખર્ચે માળિયા તાલુકાનાં ખાખરેચી અને મોટા દહીંસરા તેમજ મોરબી તાલુકાનાં રવાપર ગામને એક એક જેટિંગ મશીન જિલ્લા પંચાયત ખાતેથી આપવામાં આવેલ છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ડીડીઓ જે. એસ. પ્રજાપતિ, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જયંતીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જીગ્નેશ કૈલા, નાથુભાઈ કડીવાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો