વાંકાનેર: તાલુકાના પંચાસર ગામના એક શખ્સને એક વર્ષ પહેલાં નોંધાયેલા એક કેસમાં જામનગર પોલીસ ઉઠાવી ગઈ છે.
આ બનાવની જાણવા હકીકત મુજબ જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના લખધીરસિંહ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ તથા ધર્મેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસર ગામના સબીર હુસેન અબ્દુલભાઈ શેરસીયા નામના શખ્સ સામે આજથી એક વર્ષ પહેલાં જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ડુપ્લીકેટ તમાકુ અંગે કોપી રાઈટ ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં છેલ્લા એક વર્ષથી પોતે નાસ્તો ફરતો રહ્યો હતો.
દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે વાંકાનેર પંથકમાં દરોડો પાડી આરોપી સબીર શેરસિયાને ઝડપી લીધો છે, અને તેને જામનગર લઈ આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સૂપ્રત કરી દીધો છે.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું