કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસિયા: કારખાનાના કેમિકલથી ખેતીને નુકસાન

વાંકાનેર: પંચાસિયા ગામે કારખાના દ્વારા છોડાતા કેમિકલના કારણે જમીનને તથા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સાથે તેને વિવિધ વિભાગોને આ મામલે રાવ પણ કરી છે…

આ મામલે અમરશીભાઈ સોમાભાઈ સેતાણીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીલાયક જમીનમાં બાજુમાં રહેલ બ્રોવનીઆ પેપર એલ.એલ.પી. નામનું કારખાનું આવેલ છે. જે કારખાનામાંથી અનેક પ્રકારના કેમીકલ ગંદકીવાળુ પાણી નીકળતુ હોય છે અને તેના નીકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે

આ કારખાનાનું તમામ પાણી ખેતીલાયક જમીનમાં છોડવામાં આવે છે. તેમજ આ કારખનામાંથી નીકળતી ધૂળ, રજકણ અને કેમીકલ વગેરે પાક ઉપર ચોટી જવાના પરીણામે અમારી ખેતી લાયક જમીન બરબાદ થાય છે તેમજ મહેનતથી ઉગાડવામાં આવેલ ઉપજને ભારે નુકશાન થાય છે…

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથીઅનેક વખત કારખાનાના માલીકને સમજાવતા તેઓ ખોટા આશ્વાસનો અને ખોટા વાયદા કરીને કેમીકલયુકત પાણી જમીનમાં છોડવાનું ચાલુ રાખ્યું છે. આ જમીન તેમજ ખેતીની ઉપજને થયેલ નુકશાનનું વળતર કારખાના પાસેથી અપાવવા તેમજ આ કારખાનામાંથી આવતું ગંદકીવાળુ પાણી કાયમ માટે બંધ કરાવવાની માંગ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!