મોમીન સમાજમાં લગ્ન પ્રસંગ એક જ દિવસમાં આટોપવાની શરૂઆત પંચાસિયાથી થઇ
પંચાસિયા ગામની વાંકાનેર તાલુકામાં કોઈ ગણતરી નહોતી, પંચાસિયા ગામને શિક્ષણને કોઈ લાગે નહી, પરંતુ આ ગામમાં 50 સરકારી નોકરિયાત હતા, ત્યારે પુરા તાલુકાના ગામડાના નોકરિયાત 50 હતા, એક બાજુ આખો તાલુકો: એક બાજુ પંચાસિયા એકલુ ! વધુ ભાગે અમારા ગામના જ શિક્ષકો હતા, બાદી અલાવદી સાહેબનો ડર અને મહેનતને સારી, શરૂઆત, કંચનબેન બહાર ગામના હોવા છતાંય, અમારા પંચાસિયા ગામ પ્રત્યે લાગણી એવી કે નિવૃત્તી સુધી નોકરી અમારા ગામમાં જ કરી, ને મૃત્યુ થયા પહેલા કીધેલ કે મારા મૃત્યુ બાદ પુરા ગામને જમાડવા વિનંતી- ને જમાડીયા પણ ખરા !
ત્યાર પછી માથકીયા રસુલસાહેબ આચાર્ય હતા ગેરરીતીઓ જરા પણ ચલાવે નહી, દરેક શિક્ષકને શિક્ષણ આપવાનો શોખ અનેરો હતો, માથકીયા અમી સાહેબ, માથકીયા અબ્દુલ સાહેબ, તમામ શિક્ષકનો ડર વિદ્યાર્થીઓને એવો કે ગામમાં રમતા જો શિક્ષક ત્યાંથી નીકળે તો બધાજ વિદ્યાર્થીઓ ઘર ભેગા – એની અસર આજ પણ !
રાજકોટમાં પી. એમ. હોસ્ટેલ છે, આમ્રપાલી ટોકીઝની બાજુમાં ત્યાં પંચાસિયાના વિદ્યાર્થીઓ રહે છે ને સાથે એક રસોડે જમે છે, એમાં માથકીયા અમી સાહેબે 1995 ની સાલની આસપાસ પોતાની દિકરીના પહેલા લગ્ન ફક્ત 1 દિવસના રાખેલ, સમાજને દિશા બતાવી: આજે આખા સમાજમાં દિકરીઓના લગ્ન 1 દિવસના જ રાખે છે, એવો રિવાજ બની ગયો, આ જ રીતે અત્યારે તાલુકાના તમામ ફક્ત શિક્ષકો એવા સામાજિક ઉદાહરણ રૂપી રિવાજો ઓછા કરે તો ફક્ત 5 વર્ષમાં પુરા સમાજના કુરિવાજો નાથી શકે !!
પંચાશીયા હાઈસ્કૂલના આચાર્ય ધનકોટસાહેબ હતા, તેને પણ સ્કુલ માટે ઘણી મહેનત કરી શિક્ષણથી આગળ વધારી, શિક્ષકો ધંધુકીયાસાહેબ, જે ગામના જ હતા, તેની બુધ્ધી પ્રમાણે તેનો સહકાર સારો , જોશી સાહેબનું લેક્ચર સારૂ, પણ ભોળા હોવાથી વિદ્યાર્થીઓ તેની થોડીક મજાક કરતા, અને તે નાની ઉંમરે અવસાન થયા, મહેતા સાહેબ– તેનો વિષય સંસ્કૃત હતો, સંસ્કૃત ભાષાની જીવનમાં વાંચવા કે લખવાની જરૂર ન રહી માટે તેનુ શિક્ષણ સારૂ પણ કદર ન થઈ,
દેત્રોજાસાહેબ પટેલ- તેની સ્કુલના ટાઈમે હાજરીનો કોઈ જોટો નહી, ગામ ઘુનડાના પંચાસિયા ગામથી ઘુનડા ગામ 7 કિલોમીટર દુર, રફ રસ્તો- રાજદૂત મોટર સાયકલથી અપડાઉન કરતા, ચોમાસા દરમ્યાન રસ્તો ખરાબ હોવા છતાંય મોટર સાયકલ ચાલે ત્યાં સુધી ચલાવે: જ્યાં ન ચાલે ત્યાં ઘોડી ચડાવીને હાલીને ગારો ખૂંદીને કપડા પણ ગારા વારા- સ્કુલ ટાઈમે પોતાની ફરજ સમજીને હાજર જ હોય તેના પીરીયડમાં ક્યારેય ગેરહાજર ન હોય ને શિક્ષણમાં નંબર 1 આપેલ, ધન્ય છે દેત્રોજા સાહેબની ફરજને ! દુનિયામાં છે કે નહી તે મને ખબર નથી- પણ જ્યાં હોય ત્યાં તેના આત્માને શાંન્તિ હોય તેવા આશીર્વાદ,
આચાર્ય ધનકોટસાહેબને પ્રાઈવેટ સ્કુલ ખોલવાની હોવાથી રાજીનામુ આપી સ્કુલથી વિદાય લીધી ને નવા આચાર્ય તરીકે જાવીદ પીરજાદાની નિમણૂક થઈ, શિક્ષકનો સ્ટાફ તો એ ના એ જ હતો પણ પંચાસિયા ગામની સ્કુલનું ભવિષ્ય ધીરે ધીરે એટલુ નબળું પડતુ ગયુ કે 11 વર્ષ ધોરણ 10 નું રિઝલ્ટ 0 % !!! એક પણ વિદ્યાર્થી પાસ નહી, ને આચાર્યની હાજરી નહીવત, અમુક વર્ષ ઠામુકી સ્કુલ જ બંધ થઇ, ગામ પંચાસિયા સ્કુલ વિહોણુ થઈ ગયું!!! આવું રૂડૂ રૂપાળુ અમારૂ પંચાસિયા ગામ- અઢારેય કોમ જાતી હોવા છતાંય કોમી જગડો કોઈ દિવસ થયો નથી, ગામનુ કામ હોય ત્યારે દરેક કોમની એકતામાં પણ બહોળી સંખ્યા હોવા છતાંય એકતાની વાત અનેરી, હા- આ અમારૂ રૂડુ રૂપાળું પંચાસિયા ગામ !! : હુસેન સહયોગ
(અમને યાદ છે ત્યાં સુધી પછી અમુક વર્ષે શેરસીયા હુશેનભાઈ સહયોગની મહા મહેનતથી નવા બાંધકામ તેમ જ નવા શિક્ષક સાથે સ્કુલ ચાલુ થઈ- ને રિઝલ્ટ પણ સારૂ ! ધન્યવાદ : નઝરૂદીન બાદી)

