નામ જોગ ફરિયાદથી આરોપીની ધરપકડ
વાંકાનેર: મોરબીની રવિવારી બજારમાંથી એક બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા પંચાસિયાના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે…



જાણવા મળ્યા મુજબ પંચાસિયા ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ વરસીંગભાઇ જહાચીયા (26) રહે. જીન પ્લોટ વિસ્તાર હળવદ વાળાની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબીમાં પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 સીએસ 2379 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
