જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડીનો જન્મ દિવસ પહેલી ઓગષ્ટ
વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડી , મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મદ પ્રજ્ઞેશભાઈ બી. પટેલના આગામી તા.1 ઓગસ્ટના જન્મદિવસ નિમિત્તે પંચવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તેઓના જીવનના 51(વનપ્રવેશ) માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે તા. 1ના સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી જસદણ સીરામીક કોર્પોરેટ ઓફિસ, આસ્થા ગ્રીન રેસીડેન્સીની બાજુમાં રક્તદાન શિબિર યોજાશે.


તેમજ બપોરે 12 કલાકે વાંકાનેરની ગાયત્રી શકિતપીઠ ખાતે વૃક્ષારોપણ, ગૌ-શાળા નિધી, સ્મશાન જીણોધ્ધાર નિધી, વિદ્યાર્થી સહાય નિધી જેવા સેવા કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમમાં વાંકાનેરની જનતાને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
