કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થા વધ્યા

‘મોંઘવારી’ના કારણે 50 ટકાનો વધારો!

તાલુકા પંચાયતના પ્રમુખને 60 હજાર રુપિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખને 1 લાખ 30 હજાર રુપિયાની રકમ મળશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે વર્તમાન મોંઘવારીને ધ્યાને રાખીને હવે પ્રમુખના પ્રવાસ ભથ્થાના ખર્ચમાં વધારો કર્યો છે. આમ હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ મોંઘવારી હોવાના બહાના બતાવી પ્રજાથી દૂર રહેવાને બદલે સરળતાથી પ્રજા વચ્ચે જવાનો પ્રવાસ કરી શકશે એવી આશા બંધાઈ છે.

હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સહિત વાહન મરામત સહિત મુસાફરીના લગતા ખર્ચ તેમજ મોંઘવારીની સ્થિતિ સહિતના તમામ પાસાઓ પર વિચારણા કર્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમ રાજ્યના દરેક જિલ્લાની પંચાયતના પ્રમુખ અને રાજ્યની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખને નવા ભથ્થાનો લાભ મળશે. પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ના ઉપ સચિવ દ્વારા આ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જે તાલુકા અને જિલ્લા પંચાયતને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

તાલુકા પંચાયતના પ્રમુખને અત્યાર સુધી 40,000 રુપિયા જેટલો પ્રવાસ ભથ્થાની રકમ મળવા પાત્ર હતી. જેમાં 20 હજાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે નવા ભથ્થા મુજબ 60 હજાર રુપિયાની રકમ પ્રવાસ ભથ્થા રુપે મળશે.


જિલ્લા પંચાયતના પ્રમુખને અત્યાર સુધી 80 હજાર રુપિયા જેટલુ પ્રવાસ ભથ્થુ મેળવતા હતા. જેમને હવે નવા પ્રવાસ ભથ્થા મુજબ 1 લાખ 30 હજાર રુપિયાની રકમ મળશે. આમ 50 હજાર રુપિયાનો વધારો થયો છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!