કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાયત કર્મીઓએ સરકાર સામે લડવા બાંયો ચડાવી

પગાર વિસંગતતાને દૂર કરવા માંગણીઓ ઉઠી

ગાંધીનગર: રાજ્ય સરકાર અને પંચાયત વિભાગના કર્મચારીઓ માટે અપાતા પગારમાં મોટી વિસંગતતા જે લાંબા સમયથી ચર્ચામાં છે, તે હવે વધુ ઉગ્ર બની છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓ, કે જેમને પગારમાં ઉંચાઈ નહીં મળી હોવાથી અસંતોષ છે, તે સરકાર સામે લડવા માટે મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગયા છે.
આ મામલે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે મુખ્યમંત્રી, નાણા મંત્રી, પંચાયત મંત્રી અને સંબંધિત વિભાગોના સચિવોને લેખિતમાં રજૂઆત કરી છે. માંગણીઓમાં ‘સમાન કામ માટે સમાન વેતન’ની માગ પ્રધાન છે. પંચાયત વિભાગના ક્લાર્ક, ગ્રામ સેવક, તલાટી, ટેકનિશ્યન, ફાર્માસિસ્ટ અને નાયબ ચીટનીશ જેવા વિવિધ કેડરના કર્મચારીઓએ પોતાના સમાન લાયકાત ધરાવતા રાજ્ય સરકારના કર્મચારીઓની સરખામણીએ ઓછું વેતન મળતા નારાજગી વ્યક્ત કરી છે.
આ પગાર વિસંગતતાને દૂર કરવા માંગણીઓ ઉઠી છે. મહાસંઘે સ્પષ્ટપણે રજૂઆતમાં જણાવ્યું છે કે, જો સરકાર ત્વરિત નિર્ણય નહીં લે, તો આંદોલન કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવશે.
રાજ્યના રેવન્યુ કેડર અને સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ અને જુનીયર ક્લાર્કને 1900 ગ્રેડ પે સાથે ઉચ્ચત્તર પગાર ધોરણ 4400 રૂપિયા અપાયા છે. બીજી તરફ, પંચાયતના કર્મચારીઓ માટે પ્રથમ ગ્રેડ પે 2400, બીજા 2800 અને ત્રીજા 4200માં ફાળવવામાં આવ્યા છે. જેનાથી પંચાયત કર્મચારીઓને અન્યાયનો અનુભવ થઇ રહ્યો હોય તેમ જણાવી રહ્યા છે. આ કેડરોને યોગ્ય રીતે અપગ્રેડ ન કરવામાં આવતા, ઉચ્ચ પગાર ધોરણના ફિક્સેશન વખતે વિસંગતતા ઉભી થાય છે, જે સરકાર દ્વારા ઠીક નથી કરવામાં આવી. સરકારે યોગ્ય પગલાં ન લેશે તો, આ મામલો હવે મોટા આંદોલન સુધી પહોંચશે તેમ પણ ચીમકી ઉચ્ચારી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!