31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે
રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં માવઠા સાથે 2025ની વિદાય થશે અને નવા વર્ષની શરૂઆત પણ માવઠા સાથે થશે.



31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે. જેની અસર કચ્છના તમામ વિસ્તારોમાં થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં માવઠાની અસર જોવા મળશે.આ સિવાય દરિયાકાંઠાના ભાવનગર,અમરેલી અને ગીરસોમનાથમાં સામાન્ય ઝાપટા પડવાની સંભાવના છે. તો પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય માવઠું થવાની આગાહી કરવામાં આવી છે…
