22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો: 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો છે. મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને સમય સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…
મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રેસનો 30.05.2025 થી રાજકોટ સ્ટેશન પર 09.05 ને બદલે 08.35 વાગ્યે પહોંચશે.મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો 30.05.2025 થી રાજકોટ સ્ટેશન પર 09.26 ને બદલે 09.10 વાગ્યે પહોંચશે.મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 01.06.2025 થી રાજકોટ સ્ટેશન પર 08.45 ને બદલે 08.56 વાગ્યે પહોંચશે.
દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30.05.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.35 ને બદલે 07.55 વાગ્યે પહોંચશે. દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ 01.06.2025 થી રાજકોટ સ્ટેશન પર 08.02 ને બદલે 07.32 વાગ્યે પહોંચશે.ઓખા-રામેશ્વરમ 03.06.2025 થી ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.
ઓખા-શાલીમાર 01.06.2025 થી આગામી ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.પોરબંદર-શાલીમાર 04.06.2025 થી ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ સમય 30.05.2025 થી બદલીને ટ્રેન હાપા સ્ટેશન પર 13.27 ને બદલે 13.16 વાગ્યે પહોંચશે.
ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો ખંભાળિયા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30.05.2025 થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન ખંભાળિયા સ્ટેશન પર 12.54 ને બદલે 12.53 વાગ્યે પહોંચશે.ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસનો દ્વારકા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 05.06.2025 થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારકા સ્ટેશન પર 14.35 ને બદલે 14.56 વાગ્યે પહોંચશે.
22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ
ઉત્તર રેલવેના દિલ્લી સરાય રોહિલ્લા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક હોવાને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 22.07.2025 (મંગળવાર) ના રોજ રદ (Cancelled) રહેશે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…
