મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં માવતરના ઘેર આશ્રય મેળવનાર પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર મામલે ત્રાસ આપી મેણા ટોણા મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે મહિલા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના મિલ પ્લોટમાં પિતાને ત્યાં રહેતા પારૂલબેન હેમતભાઇ આંબલીયાને લગ્ન બાદ જોરાવરનગર સુરેન્દ્રનગર રહેતા પતિ સંજયભાઇ ભીખાભાઇ સોલંકી, સસરા ભીખાભાઇ ગોવીંદભાઇ સોલંકી, સાસુ શાંતુબેન ભીખાભાઇ સોલંકી, દિયર અનીલભાઇ ભીખાભાઇ સોલંકી, નણંદ લતાબેન સહિતનાઓ કરિયાવર મામલે ત્રાસ આપી શારીરિક, માનસિક દુઃખ આપી મારકૂટ કરતા હોય ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મહિલા પોલીસ દ્વારા ઘરેલું હિંસા કાયદા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.