વાંકાનેર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યા છે…


આ બદલીમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં અગાઉની બદલીમાં ખાલી રખાયેલ ટીડીઓ તરીકે કચ્છની અંજાર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા પાયલબેન ભરતભાઇ ચૌધરીને મુકવામાં આવ્યા છે.
