વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના ખેડૂતોએ રેલવે ફાટક નંબર 92 ચાલુ રાખવા અંગે પત્ર પાઠવ્યો છે, જે તારીખ 23/1/2025 ના રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલાને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ અરવિંદભાઈ સહિત અગ્રણીઓએ લેખિતમાં આપ્યું હતું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ( ટીડીઓ), મામલતદાર, પ્રાંત અધિકારી, ધારાસભ્ય, સંસદસભ્યોને
પત્ર પાઠવી લેખિતમાં જણાવ્યું હતું કે વાંકાનેર લુણસરિયા (જાલી રસ્તાથી ઓળખાતું) રેલવે ફાટક નંબર 92 બંધ કરેલ છે, જેનાથી ધમલપર સહિતના અન્ય 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સહિત વાહન ચાલકોને પસાર થવું કઠિન બન્યું છે, જે રસ્તો ફાટક પછી લુણસરિયા રોડને મળે છે તે ફાટક આસપાસ શમશાન, કબ્રસ્તાન સહિત ધાર્મિક સ્થળો અને વાડી ખેતર આવેલા હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોની
અવરજવર સતત રહે છે એવા સમયે ફાટક નંબર 92 કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર એકાએક બંધ કરી દેતા ગ્રામ્ય જનોને હાલાકી ભોગ બનવું પડ્યું છે ત્યારે ફાટક ઉપર બોર્ડ મારવામાં આવેલ છે કે લાંબા સમય સુધી સમારકામ કરવાનું છે જેથી ફાટક બંધ કરવામાં આવેલ છે, પરંતુ ફાટક ઉપર કોઈ જાતનું સમારકામ ચાલતું નથી તેઓ પણ લેખિતમાં જણાવ્યું છે જે ફાટક તારીખ 1 2 2025 સુધીમાં ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક ધમલપર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે…