વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામ સરકારી સ્કુલ પાછળ ખરાવાડમાં જુગાર રમતા પાંચ આરોપીઓ પકડાયા છે, બીજા બનાવમાં નવાપરા મારૂતી શો રૂમ પાછળ રહેતા યુવકને વર્લીફીચરના આંકડા લખતા ધર્મ ચોક એસ. પી. પાન પાસેથી પોલીસ ખાતાએ પકડેલ છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ સરકારી સ્કુલ પાછળ ખરાવાડમાં જુગાર રમી રમતા રોકડા રૂ.૫૩૬૦/-સાથે પોલીસ ખાતાએ પાંચ આરોપીઓ સામે ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) અલાઉદીનભાઇ વલીભાઈ માણસીયા (ઉ.65)
(2) બાવજીભાઈ સીદાભાઈ વોરા (ઉ.52)
(3) કીશોરભાઈ હેમતભાઇ વોરા (ઉ.44)
(4) પંકજભાઈ રામકૃષ્ણભાઇ કુબાવત (ઉ.45)
(5) ભરત નવીનભાઈ વોરા (ઉ.19)
રહેવાસી બધા રાતીદેવરી


વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
વાંકાનેર નવાપરા મારૂતી શોરૂમ પાછળ રહેતા (1) જુનેદ યાકુબભાઈ ભટ્ટી (ઉ.32) ને વર્લીફીચરના આંકડા લખતા ધર્મ ચોક એસ. પી. પાન પાસેથી રોકડા રૂા.૨૧૧૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધ્યો છે…
