કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લોકોએ ઉત્સાહભેર માણ્યો કામા અશ્વ શો

જુદી જુદી સ્પર્ધાઓના વિજેતા અશ્વોના નામ

વાંકાનેર ખાતે યોજાયેલા 17 માં કામા અશ્વ શો નો ગઇકાલે છેલ્લો દિવસ હતો ત્યારે ઘોડાની રેવાલ ચાલ, બેરલ શો, ઝમ્પિંગ સહિતની જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા અશ્વપાલકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને ઘોડાઓના કર્તબ જોઈને લોકોમાં ભારે રોમાન્ય જોવા મળ્યો હતો અને વિજેતા ઘોડાના નામ જાહેર કરીને તેના માલિકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેરમાં ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ,પ્રવાસન વિભાગના સહયોગથી વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા 17 મો કામા અશ્વ શો યોજાયો હતો અને ત્રીદિવસીય આ કાર્યક્રમમાં ગુજરાત અને રાજસ્થાનથી 260 કરતાં વધુ અશ્વને લઈને અશ્વ પાલકો આવ્યા હતા અને ત્યાં ટુ ટીથ, દુધિયા દાંત, રેવાલ ચાલ, બેરલ શો, ઝેમ્પિંગ, દોડ, એન્ડયુરન્સ રેસ વગેરે જેવી જુદી જુદી સ્પર્ધાઓની અંદર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો સમક્ષ અવનવા કરતાબો રજૂ કરવામાં આવ્યા હતા.

ગઇકાલે છેલ્લા દિવસે ઘોડાની રેવાલ ચાલની સ્પર્ધા યોજાઈ હતી અને તે સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માળી ગામની બીજલ નામની ઘોડી વિજેતા બની હતી જેને સીલ્ડ અને પ્રમાણપત્ર આપીને તેના માલિક ગઢવી કરસનભાઈ લખમણભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ગુજરાતના અશ્વપાલકોને પ્રોત્સાહન મળે તે માટે થઈને સરકાર દ્વારા

યોજવામાં આવતા આવા કામો મહોત્સવથી અશ્વપાલકોની સંખ્યામાં વધારો થયો છે આટલું જ નહીં પરંતુ સારી નશલના અશ્વ પણ હવે જોવા મળી રહ્યા છે. છેલ્લા દિવસેલોકોમાં ઉત્સાહ અને રોમાન્ય વધે તે માટે ગુજરાત પોલીસ માઉન્ટેન વિભાગ દ્વારા ટ્રેન કરેલા અશ્વ દ્વારા જમ્પિંગ, બેરલ શો સહિતના કર્તાબો રજૂ કરવામાં આવ્યા હતા જે જોઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.જુદીજુદી સ્પર્ધાઓના વિજેતા અશ્વોના નામ
કામા અશ્વ શો અંતર્ગત યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓમાં ઉત્તમ કાઠીયાવાડી ઘોડીમાં પ્રથમ ક્રમે તણજ (માંજરીયા સત્યરાજસિંહ શિવરાજભાઈ), બીજા ક્રમે ચેસ્ટર (સંદીપભાઈ દાનાભાઈ હુંબલ), ત્રીજા ક્રમે રાધી (મકવાણા સુરેશભાઈ દાનાભાઈ) વિજેતા બનેલ છે જ્યારે ઉત્તમ કાઠીયાવાડી વછેરી ટુ ટીથ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઢેલ (ખાચર દિવ્યરાજ શિવરાજભાઈ) બીજા ક્રમે રશ્મિન (અભિજીતસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા) અને ત્રીજા ક્રમે હિરલ (કેશવાલા નાગાજણભાઈ રામભાઈ) વિજેતા બને છે તો ઘોડાની રોવાલ ચાલની સ્પર્ધામાં પ્રથમ ક્રમે બીજલ (ગઢવી કરસનભાઈ લખમણભાઇ), બીજા ક્રમે પતંગ (પાદરા હેનિલ મુકેશભાઈ) અને ત્રીજા ક્રમે રોફ (ગઢવી દીપેનભાઈ આસાર્યોભાઇ) વિજેતા બનેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!