વાંકાનેર: શહેરની અંદાજે અડધા લાખ અને તાલુકાની એક લાખની પ્રજા પરેશાન છે. શહેરના મુખ્ય ગણાતા રસ્તાઓ પર ખાડા અને ચરેરાથી ચિરાયેલા છે. ચોમાસાના ભરાયેલા પાણીથી તેની ઊંડાઇનો અંદાજ આવતો ન હોઈ (ક્યાંક તો એક ફૂટની અસહ્ય ઉંડાઇ)
વાહનચાલકોને કમરના મણકા ઈજાગ્રસ્ત થઇ રહ્યા છે. સાંકડી ગલીમાં કે પુલ પર કે જ્યાં લોકોને ભાગવાનો વિકલ્પ મર્યાદિત હોય છે, ત્યાં ઉભેલા- બેઠેલા રખડતા ઢોરો અને મસ્તીએ ચડેલા ખુંટીયા જોઈને પણ બીતી મહિલાઓના હાવભાવ અને ત્રાસદી તથા રસ્તા પર વેલક્મની મુદ્રામાં ઝાડ
અને બાવળોની ડાળીઓથી આંખને-માથાને બચાવવાની નાગરિકોની કોશિષ આગેવાનોએ જોવી- નીરખવી- અનુભવવી જોઈએ. ભર બજારમાં ગટરના ઊંચા-નીચા ઢાંકણા અને રસ્તા પર ભરાતા ખાબોચિયા વાંકાનેરના લમણે ઝીંકાયા છે. થોડાક છાંટા પડે કે ગુલ થતી લાઈટ પીજીવીસીએલની નબળી કામગીરીની
ચાડી ખાય છે. લાઈટના થાંભલે ઝરતા તણખા કે નિયત ઊંચાઈથી ઓછી ઊંચાઈએ લટકતા તાર અને વીજતાર સાથે ઇલુ ઇલુ કરતી ઝાડ ડાળીઓ પીજીવીસીએલ તંત્રને કદાચ ન દેખાતા હોય- લોકોને તો દેખાય છે. કહો કે નગરપાલિકા કે પીજીવીસીએલની પ્રિમોસૂન કામગીરીની પોલ દેખાય છે. દેખાડા નહીં- લોકોને નક્કર
આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

કામગીરી જોઈએ છે. દાણાપીઠ ચોકથી લક્ષ્મીપરામાં થઈને રાજકોટ રોડના હાલહવાલ વિકાસની સુફિયાણી વાતોનો છેદ ઉડાડવા કાફી છે. લોકોની આ પરેશાનીથી સ્થાનિક ધારાસભ્ય અજાણ હોય તે માની શકાય તેવું નથી, ધારાસભ્ય ખોવાયા એવું લોકોને માનવાને કારણ નથી, પણ આ બાબતે સુતા છે, એવી પ્રતીતિ થઇ રહી છે. અડધી રાતના હુંકારાને છોડો- આ તો ચોવીસ કલાક ગુણ્યા સાતની સમસ્યા છે. આક્રમક છાપ ધરાવતા ધારાસભ્ય આ બાબતે કેમ કાઈ કરતા નથી, એવા છાનાખૂણે પૂછાતા સવાલનો જવાબ આપવા ક્યારે મેદાને પડે છે, સમસ્યાઓ હલ થાય છે; એની વાંકાનેર અને તાલુકાના મતદારો કાગડોળે વાટ જુએ છે… કમ ઓન…