કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે,


તેવા ૭૫ જેટલા લોકોને લીંબાળાના આશ્રય સ્થળ પર સુરક્ષિત રીતે ખસેડવામા આવ્યા છે.


કોઠી પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર ડો. શાહિસ્તા કડીવાર તથા પી.એચ.સી. સ્ટાફ દ્વારા તમામ લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ છે, તેમજ લોકોને વાવાઝોડા દરમિયાન શુ કરવુ જોઇએ શુ ના કરવુ જોઇએ; એ બાબતની સમજણ આપવામાં આવી છે.

