ત્રણ મહિલા ઘાયલ
રાજકોટથી ભાભી કુટુંબ સાથે પોતાના દિયરની ખબર કાઢવા આવેલ
વાંકાનેર: રાજકોટ ખાતે રહેતા મહિલા રીક્ષા લઇ વાંકાનેર તાલુકાના અમરસર ગામના નવાપરામાં રહેતા પોતાના દિયરને અન્ય સાથે ઝઘડો થયેલ જેમાં ફેકચર થયેલ જેથી તેને જોવા માટે આવેલ હતા, જે સારું નહીં લગતા આરોપીએ લોખંડના પાઇપથી ત્રણ મહિલા પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે…
જાણવા મળ્યા મુજબ રામનાથપરા, ભવાની નગર-૦૧ રાજકોટ ખાતે રહેતા સોનલબેન રમેશભાઇ જીવાભાઈ ધંધુકીયા (ઉવ.૩૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ રાજકોટથી હું તથા મારા પતિ રમેશભાઈ, દિકરો કરણ અને દિકરી પુજા ભાડાની
રીક્ષા લઇ વાંકાનેર તાલુકાના અમરસર ગામના નવાપરામાં રહેતા મારા સાસુના ઘરે મારા દિયર વિનોદભાઈ જીવાભાઈ ધંધુકીયાને દશ બાર દિવસ પહેલા અમરસર ગામ નવાપરા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ વેરશીભાઈ સિતાપરા સાથે ઝઘડો થયેલ જેમાં મારા દિયર વિનોદભાઇને
ફેકચર થયેલ જેથી તેને જોવા માટે આવેલ હતા અને જોઇને તા.૨૨/૦૬/૨૦૨૫ ના મોડી રાત્રીના દોઢેક વાગ્યે પરત રાજકોટ જવા માટે નિકળી રીક્ષામાં બેસવા માટે જતા હતા ત્યારે અમરસરના મુકેશભાઈ વેરશીભાઈ સિતાપરાએ લોખંડના પાઇપથી મને મારેલ અને મારી
દિકરી પુજાને તથા મારા સાસુ મોતીબેન વચ્ચે પડતા તેઓને પણ મુકેશે લોખંડના પાઈપથી ડાબા હાથમાં ઇજા કરેલ, મારા પતિ તથા બીજા માણસો ઘરમાંથી બહાર આવતા આ મુકેશભાઇ ભાગી ગયેલ હતો, બાદમાં ૧૦૮ માં અમોને વાંકાનેર સરકારી દવાખાને સારવામાં લઇ
ગયેલ હતા મારી દિકરી પુજાને વધારે ઇજા હોય રાજકોટ રીફર કરતા તેને રીક્ષામાં બેસાડી રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતા. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરેલ છે….
