વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
વાંકાનેર: શહેર અને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજીક તત્વો તેમજ લુખ્ખા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાન વાંકાનેર તાલુકામાં અને મોરબી શહેરમાં મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે, જેથી
કરીને વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ જુબેરભાઈ બસીરભાઈ સમા (25) રહે. રાજકોટ વાળાને અને મોરબી એ ડિવિઝન વિસ્તારમાં મારા મારીના ગુનામાં સંડોવાયેલ વિશાલ વેલજીભાઈ આલ (24) રહે. શક્ત શનાળા મોરબી વાળાને પાસા હેઠળ પકડવામાં આવ્યા છે અને વિશાલ વેલજીભાઈ આલને સુરત જેલ તેમજ જુબેરભાઈ બસીરભાઈ સમાને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે…
વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
વાંકાનેર આરોગ્યનગર ગાયત્રી મંદરની સામે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે શકિત મેઘજીભાઈ સોલંકી (ઉ.વ.42) સામે જાહેર ખુલ્લી જગ્યામાં બાપુના બાવળા પાસેથી નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂપિયા ૪૬૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધાયો છે…