જવાબદારો ખુલાસો કરશે?
વાંકાનેર: પીજીવીસીએલ ખાતું વીજ વપરાશનું બિલ ગ્રાહકોને છાપેલું આપતું હોય છે, જેમાં યુનિટનો વપરાશ, પાછલું બિલ વગેરે માહિતી હોય છે, પરંતુ વાંકાનેર દાણાપીઠ ચોકમાં રોયલ મેડિકલ વાળા મહેબુબભાઈ શેરસીયાને સાદા કાગળમાં બિલ આપતા ચર્ચા ઉઠી છે કે 
શું પીજીવીસીએલ ખાતામાં છાપેલી બિલબુક ખલાસ થઇ ગઈ છે? પ્રશ્ન એ પણ છે કે સાદા કાગળમાં આપેલ બિલની કાયદેસરતા કેટલી? જવાબદારો ખુલાસો કરી ગ્રાહકોમાં ઉભી થયેલી અસમંજસતા દૂર કરે એ જરૂરી બન્યું છે….


