જિલ્લામાં 1.14 કરોડની વીજચોરી ઝડપાઈ
વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાપક વીજચોરીની ફરિયાદો વચ્ચે તાજેતરમાં પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2025 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 258 કનેક્શનમાં 1 કરોડ 14 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ છે.




પીજીવીસીએલ મોરબીના અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં તા. 7થી 11 ઓગસ્ટ દરમિયાન મોરબી, અંજાર, ભુજ, જામનગરની ટીમો બનાવી મોરબી જિલ્લામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય, ટંકારા, વાંકાનેર, હળવદ, મુળી અને માળિયા તાલુકાના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમોએ રહેણાંકના 1855 અને કોમર્શીયલ-અન્ય 170 મળીને કુલ 2025 કનેક્શન તપાસ્યા હતા. જેમાં રહેણાંકમાં 90.36 લાખ અને કોમર્શીયલ-અન્યમાં 24.15 લાખ મળીને કુલ 114.47 લાખની વીજચોરી ઝડપાઈ છે. વાંકાનેર તાલુકામાં ઝડપાયેલ વીજચોરીના આંકડા અલગથી અત્રે ઉપલબ્ધ નથી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

