વાંકાનેર કેન્દ્રનું 88.61% પરિણામ
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે…
ધોરણ 10નું મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાંથી કૂલ 12,128 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 10,767 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 88.61% પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લામાં વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.79% અને હળવદના ચરાડવા કેન્દ્રનું સૌથી ઓછુ 81.84% પરિણામ આવ્યું છે….