કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીપળીયા-રાજ સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માતમાં નિધન પામેલ સભાસદના વારસદારને દસ લાખનો ચેક અપાયો 

મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંક મેનેજરના પ્રયાસોથી ટૂંક સમયમાં સહાયઅપાતા અભિનંદનના અધિકારી 

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, જેની સાથે જ આર.ડી.સી. બેંક અને મંડળી દ્વારા ધિરાણ લેતા સભાસદોને દસ લાખની પી.એ. ગ્રુપ વિમા પોલીસીનો લાભ આપવામાં આવે છે, જેના અંતર્ગત વાંકાનેર તાલુકાની પીપળીયા રાજ જુથ સેવા સહકારી મંડળી દ્વારા આજે મંડળીના સભાસદ અને વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલના મેનેજર એવા અયુબભાઈ કડીવારનું ગત તા. ૨૫/૧૧ ના રોજ માર્ગ અકસ્માતમાં મોત થતાં તેમના પરિવારજનોને દસ લાખનો વિમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો…. 

 
આ તકે મંડળીના સભાસદ એવા સદગત કડીવાર અયુબભાઈ વલીમામદના વારસદાર જુબેદાબેન અયુબભાઈ કડીવારને મંડળીના પ્રમુખ ઈકબાલહુશેન કડીવાર, મંત્રી મુસ્તુફાહુશેન કડીવાર અને આર.ડી.સી. બેંકના બ્રાંચ મેનેજર એમ. એમ. જેતપરીયા દ્વારા વિમાની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. 

મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંક મેનેજરના પ્રયાસોથી ઘણાજ ટૂંક સમયમાં સહાયનો ચેક અપાતા પ્રસંશા થઇ રહી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!