વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેના વતનમાં મકાન નવું બનાવવું હતું પૈસા ન હોવાથી વાડીની ઓરડીની અંદર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું…
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં યાસીનભાઈ હુસેનભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રૂપસિંગ કીરૂભાઈ ભુરીયા (ઉ.34)એ વાડીની ઓરડીની અંદર કપાસમાં છાંટવાની જેવી દવા પી લઈને આપઘાત કર્યો હતો જેથી
તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનનું તેના વતનમાં ચોમાસામાં મકાન પડી ગયેલ હતું જેથી નવું મકાન બનાવવું હતું જેના રૂપિયા ન હોવાથી ટેન્શનમાં આવી જતા આર્થિક સંકડામણના કારણે તેણે વાડીની ઓરડીની અંદર ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે…