મહીકા અને ગારીડાના ખેડૂતોને નુકશાનીની ભીતિ
વાંકાનેર: તાલુકાના ગારીડા ગામની નાની સિંચાઈ યોજનાનો પાઇપ રાત્રે પોણા ત્રણ વાગે લીકેજ થવો શરુ થયો છે. ગારીડાના માથકીયા જાફરભાઈ અબ્દુલભાઈએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું છે કે આ પાણી મેંદીયા વોંકળામાંથી મચ્છુ નદીમાં જાય છે. આથી મહીકા
અને ગારીડાના લગભગ બસ્સો જેટલા ખાતેદારોના ખેડૂતોને નુકશાની ભીતિ સેવાઈ રહી છે. વધુમાં માહિતી મળી છે કે આ તળાવ સિંચાઈ ખાતાએ 30 વર્ષના ભાડા પેટે અજંતા (મોરબી) ને ભાડા પટ્ટે આપેલ છે. આ પાઇપમાંથી વહેતુ પાણી વહેલી તકે બંધ કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે…