વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે દુકાને ભાગ લેવા માટે ગયેલ અને રોડની સાઇડમા સાયકલની ઘોડી ચડાવતા બાળકને એક મોટર સાયકલ ચાલકે ઠોકર મારતા ઇજા થયાનો બનાવ બનેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ખ્વાજાનગર ખાતે રહેતા સલીમભાઇ આહમદભાઈ કડીવાર (ઉ.વ.૪૭) એ ફરીયાદ કરેલ છે કે ગઇ તા.૧૧/૧૧/૨૦૨૪ ના રોજ પોતે સવારના વાડીએ હતા ત્યારે એમના મોટાભાઈ ફકરૂદીનભાઈ આહમદભાઇનો ફોન આવેલ કે ડીઝાઇન પાનની બાજુમા ફરિયાદીનો નાનો દિકરો મોહમદકુમેલ (ઉ.વ.15) દુકાને ભાગ લેવા માટે ગયેલ અને રોડની સાઇડમા સાયકલની ઘોડી ચડાવતો હતો ત્યારે એક મોટર સાયકલ ચાલકે ઠોકર મારતા ઇજા થયેલ છે તેમ જણાવતા….
ફરિયાદી બનાવ સ્થળે પહોંચેલ, જ્યાં રસુલભાઇ અમીભાઈ કડીવાર, મોટાભાઈ ઈસ્માઈલભાઈ આહમદભાઈ તથા ફકરૂદીનભાઈ આહમદભાઈ તથા બીજા ઘણા બધા માણસો ત્યા ભેગા થઈ ગયેલા મોહમદકુમેલને ડાબા પગમાં ઇજા થયેલ. મોટર સાયકલ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ જેના રજી. નંબર GJ-36-AH-9310 વાળો ધીયાવડનો વિરમ કાના બાંભવા હતો અને પોતે રોડ ઉપરનું બમ્પ તારવવા ગયેલ ત્યારે મોટર સાયકલ ઉતરી ગયેલ અને ભટકાઇ ગયેલનું જણાવેલ…
૧૦૮ એમ્બુલન્સમાં ફોન કરતા આવી જતા તેમાં વાંકાનેર હરીઓમ હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયેલા હતા અને ડોક્ટરસાહેબે જોઇને વધારે ઇજા હોય કેશ કાઢયા વગર બારોબાર મોરબી અથવા રાજકોટ સારવારમા લઈ જવાનુ જણાવેલ. ફરિયાદીએ પોતાના સાળા મહમદહનીફભાઈ જલાલભાઈ કડીવાર કે જે ચંદ્રપુર રહે છે તેને ફોન કરી અને તેની ફોરવ્હીલ ગાડી લઈને રાજકોટ હોસ્પીટલ ખાતે સારવારમા લઈ ગયેલા હતા. સમાધાનની વાત થઇ હતી, પણ થયેલ નથી…