આરોપી છ માસથી ફરાર હતો
વાંકાનેર: ફાળદંગ ગામના શિવરાજ વાળાને પિસ્ટલ સપ્લાય કરનાર મૂળ મધ્યપ્રદેશના શખ્સને પેરોલ ફર્લો સ્કોડની ટીમે વાંકાનેરના મહીકા ગામેથી પકડી લીધો હતો. સમગ્ર બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો પીસીબી ટીમે 
ગત તા.10-10-2025 ના રોજ માલિયાસણ ગામેથી ફાળદંગ ગામના શિવરાજ ધીરુભાઈ વાળાને ગેરકાયદે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જે ગુનામાં હથિયારના સપ્લાયર તરીકે એમપીના શખ્સનું નામ ખુલતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. નાસતા ફરતા અને 
પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવાની ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે પેરોલ ફર્કો સ્કોડના પીએસઆઇ જે જી તેરૈયાની ટીમ આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે કુવાડવા પોલીસ મથકમાં 
નોંધાયેલ આર્મ્સ એક્ટના ગુનામાં છ માસથી ફરાર આરોપી સામાભાઈ આદીયાભાઈ ખરાડી (ઉવ 34) રહે. મૂળ સરદારપુર, ધાર, મધ્યપ્રદેશ હાલ રહે. મહીકા ગામ, વાંકાનેર જી: મોરબી)ને વાંકાનેરના મહીકા ગામ ખાતેથી પકડી પાડી પીસીબી ટીમને સોંપવામાં આવેલ હતો…

