કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પલાંસ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પૂર્ણ

વાંકાનેર તાલુકાના પલાંસ ગામમાં રવિવારના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતું. હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી પલાંસ પ્રાથમિક શાળામાં નિદાન કેમ્પ યોજાયો.જેમાં 76 દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતીઅને જરૂરિયાત વાળા વૃદ્ધો ને વોકિંગ સ્ટીક આપવામા આવી હતી. આ કેમ્પમાં સેવાભાવી ડોકટરો જેમાં જનરલ ફિઝિશિયન ડૉ.મયુરભાઇ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.યાસીનભાઇ, બાળ રોગ નિષ્ણાંત ડૉ.રમેશભાઇ અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર ડૉ.યોગેશભાઇ એ સેવા આપી હતી. 

આ કાર્યક્રમ નું સંચાલન દિવાળીબેન સોલંકી (SPO) હેલ્પએજ ઇન્ડીયા એ કર્યું.અને આ કાર્યક્રમને સફળ બનાવવાં મુનાભાઇ(Ifcco)અને હેલપેજ માંથી હર્ષદભાઇ, સજનીબેન, મિતલબેન,ગૌતમભાઇ વગેરે એ ખૂબ જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમ ના અંતે સરપંચ હેમંતભાઇ, આશા વર્કર બહેનો ખડે પગે રહ્યા. અને સમસ્ત ગ્રામજનો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!