વાંકાનેર પંથકમાં હરિયાળી સાથે પર્યાવરણ જતનના ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડ માં કે નામ ને સાર્થકકરવાના પ્રયાસોના ભાગે વાંકાનેર શહેર અને વિસ્તારમાં 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા પંથકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના
માર્ગદર્શનથી વોર્ડ નંબર ૭ માં ધારાસભ્યના સમર્થકો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો દ્વારા વાંકાનેર શહેરના વોર્ડ નંબર ૭ માં
આરોગ્યનગરમાં વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લીમડો, પીપળો, બિલી, આસોપાલવ, ગુલમહોર, જામફળી
સહિત વિવિધ વૃક્ષોના રોપા તથા વિતરણ કાર્યક્રમ સાથે વોર્ડ નંબર 7 માં વૃક્ષારોપણ કાર્યક્રમ 51 વૃક્ષોથી જય ગણેશ થઈ ગયા છે, જે હવે
વિવિધ વિસ્તારોમાં જીતુભાઈ સોમાણીના સમર્થકો અને ભાજપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદેદારો દ્વારા વડાપ્રધાનના સંકલ્પ એક
પેડ માં કે નામ અંતર્ગત વાંકાનેર પંથકમાં હરિયાળી સાથે પર્યાવરણ જતન કાર્યક્રમો સ્વરૂપે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
