વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ વાળાએ ફરિયાદ લખાવેલ છે કે વાંકાનેર સીટી પોસ્ટે હાજર હતા આ દરમ્યાન
પી.એસ.ઓ. શ્રી મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરાએ જણાવેલ કે પોલીસ સ્ટેશને એક ઇસમ કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં દેકારો બકવાસ અને તોફાન કરે છે
આથી પી.એસ.ઓ ટેબલ સામે ગયેલ ત્યા જીતુભાઈ નટુભાઈ સારેસા અનુ.જાતિ (ઉ.વ.-૩૪) રહે-મોરબી સિંલ્વરપાર્ક ધુટુ રોડ વાળાને કેફી પ્રવાહી પીણું પીધેલ
હાલતમાં જાહેરમાંથી મળી આવતા પ્રોહી કલમ-૬૬(૧)બી, ૮૫(૧) મુજબનો ગુન્હો નોંધેલ છે.
પીધેલ:
મિલ પ્લોટ શેરી નં 3 માં રહેતા ગુલામભાઇ ઉસ્માનભાઈ સામતાણી અને જુના રાજાવડલાના શૈલેષ પ્રેમજીભાઈ સોલંકી પીધેલ પકડાયા છે