કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ

વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે અને વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો સાંકળા હોય, મોટા વાહનો અંદર આવવાથી અવાર નવાર ટ્રાફીકની સમસ્યા રહેતી હોય, વાહન અકસ્માતના બનાવો બનવાની સમસ્યા સર્જાય તેમ છે. વધુમાં આગામી તા.૦૫, ૦૬ અને ૦૭ જુલાઈ દરમિયાન વાંકાનેર શહેરમાંથી મહોરમના તહેવાર અનુસંધાને તાજીયા નીકળનાર હોય, જે તાજીયા વાંકાનેર શહેર વિસ્તારમાં લક્ષ્મીપરા, વાંઢા લીમડા ચોક, ધર્મ ચોક, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, હરીદાસ રોડ, પ્રતાપ રોડ, માર્કેટ ચોક, દિવાનપરા, જીનપરા જકાતનાકા મેઇન રોડ, જકાતનાકા હાઇવે તેમજ નેશનલ હાઇવે ૮-એ પરથી વાંકાનેર મીલ પ્લોટ સુધી પસાર થનાર હોય, જેથી વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર વાહનો તેમજ પગપાળા માણસોની અવર જવર બહોળી પ્રમાણમાં રહે છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ મોરબી-વાંકાનેરથી-રાજકોટ તરફ જતા વાહનો માટે શહેરના મુખ્ય માર્ગ પર તા.૦૫/૦૭/૨૦૨૫ના સવારના કલાક-૦૮/૦૦ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના કલાક-૨૪/૦૦ વાગ્યા સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
વૈકલ્પિક રૂટ-૧: રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા,જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-વાંકીયાગામ થઇ નેશનલ હાઇવે તરફ આવી જઇ શકશે.ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

વૈકલ્પિક રૂટ-૨: મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઇ રાતી દેવરી થી સરકારી હોસ્પીટલ રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઇ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા ટંકારા, જામનગર તરફ આવી જઇ શકશે.કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક
વૈકલ્પિક રૂટ-૩: રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.મોરબી જીલ્લામાં નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી
વૈકલ્પિક રૂટ-૪: ટંકારા, લજાઇ થી આવતા વાહનો જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.
આ જાહેરનામામાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!