જીલ્લા પ્રમુખ અને મહામંત્રી પદે બિનહરીફ વરણી
વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજનાની જીલ્લા કક્ષાની મીટીંગ અત્રેથી રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે હોદેદારોની ઉપસ્થિતમાં યોજાઈ હતી.
જેમાં મોરબી જીલ્લા તથા વાંકાનેર તાલુકા તેમજ રાજય મંડળના સભ્યોની ઉપસ્થિતીમાં પ્રમુખ શ્રી કિશોરભાઈ જોષીની હાજરીમાં મોરબી જીલ્લા પી.એમ.પોષણ યોજના અંતર્ગત સંગઠનને વધુ મજબુત બનાવવા મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં જીલ્લા પ્રમુખ તરીકે કિશોરસિંહ હઠીસિંહ ઝાલા (શિવ મેડીકલ) વાંકાનેર તેમજ મહામંત્રી પદે ટંકારાના પ્રદિપભાઈ ભગદેવની બિનહરીફ વરણી કરાતા જીલ્લાભરના પી.એમ.પોષણ યોજનાના ઉપસ્થિત તમામ હોદેદારોએ આવકારવામાં આવી હતી. તેમજ તમામ હોદેદારોએ પ્રમુખ તથા મહામંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.