વઘાસીયા ટોલનાકેથી ભાગવા જતા એક મોટર સાયકલને હડફેટે લીધું
રાણેકપર મંડળી સામે પડેલ ટ્રેકટર ટ્રોલી પાછળ દારૂ મૂકી દીધો !
વાંકાનેર: વઘાસીયા ટોલનાકે વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ વોચમાં ગોઠવાયેલ, તે દરમ્યાન હુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી પુર ઝડપે હંકારી એક મોટર સાયકલ સાથે અથડાવી નાશી જઈ રાણેકપર ગામ સહકારી મંડળી સામે ખુલા પ્લોટમા ટ્રેકટરની ટ્રોલી પાછળ વિદેશી દારૂનો જથ્થો બીનવારસી હાલતમા મુકી નાશી જવાનો ગુન્હો નોંધાયો છે,

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસ ખાતું વઘાસીયા ટોલનાકે વોચમાં ગોઠવાયેલ, તે દરમ્યાન હુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા ગાડી રજી નં-GJ-36-AP-92979297 નો ચાલક પોતાના કબજાવાળી ગાડીમાં ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જતો હોઈ રોકવાનો પ્રયત્ન કરતા પોતાની ક્રેટા ગાડી પુર ઝડપે અને ગફતલ ભરી રીતે માણસની જીંદગી જોખમાઇ તે રીતે બે ફીકરાયથી હંકારી મોટર સાયકલ રજી. નં-GJ-36-K-9423 વાળાને નુકશાન પહોચાડી નાશી જઈ


રાણેકપર ગામ સહકારી મંડળી સામે ખુલા પ્લોટમા ટ્રેકટરની ટ્રોલીમાં વિદેશી દારૂના નાના ચપલા નંગ-૧૮૧૪ તથા બીયર ટીન નંગ ૬૧ મળી કુલ કિ.રૂ.૪,૮૫,૦૬૦/-નો મુદામાલ બીનવારસી હાલતમા મુકી નાશી જતા ગુન્હો-પ્રોહી એકટ કલમ-૬૫૬૫એઇ, ૧૧૬ બી, તથા ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૨૮૧ ,૩૨૪(૪) તથા એમ. વી. એકટ ક-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ નોંધાયો છે,
કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના આર્મ પો,હેડ,કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કો રાણીંગભાઈ નાજભાઇ ખવડ, હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, વિપુલભાઇ કાળુભાઇ પરમાર તથા જગદીશભાઈ રમેશભાઇ રંગપરા દ્વારા કરવામાં આવી હતી…
