વીરપર, ઢુવા અને માટેલ રોડ પરથી આરોપી ઝડપાયા
વાંકાનેરના વીરપર ગામની સીમમાં જવાના રસ્તે હકાભાઇ મોતીભાઈ ભરવાડની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 800 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂ બનાવવા માટેનો આથો મેરાબાઈ પ્રેમજીભાઈ કુકવાવા કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે તેના પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરાંત આરોપી ગીતાબેન ગોરધનભાઇ માથાસુરીયા ઢુવા સીમ વરમોરા સીરામીક પાસે નદીના પટમાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.વાંકાનેરમાં આરોપી વિનોદભાઇ નારૂભાઇ વાઘેલા સરતાનપર માટેલ રોડ વિહતકૃપા હોટલ સામે ખુલ્લા પટમાં રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.